મારૂં ગામ, કોરોના મુક્ત ગામ” અભિયાન અન્વયે કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી પારૂલબેન રમેશ કારા જી એ સુમરાસર પેટા આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી.
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને તેના નિયંત્રણ માટે જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા તેમજ “મારૂં ગામ, કોરોના મુક્ત ગામ” અભિયાન અન્વયે કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી પારૂલબેન રમેશ કારા જી એ આજરોજ સુમરાસર પેટા આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લઈ ડોક્ટરશ્રી તથા સ્થાનિક આગેવાનશ્રીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી, જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી દામજીભાઈ આહીર, ભુજ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી લક્ષમણભાઈ મેરીયા, ભુજ તાલુકા ભાજપના ઉપપ્રમુખ શ્રી હરીભાઈ ગાગલ, સુમરાસરના સરપંચ શ્રી ભીમજીભાઈ આહીર, શ્રી સીવજીભાઈ આહીર, શ્રી સુમરાસર (શેખ) દુધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ શ્રી વિરમભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતાં. સુમરાસરના સરપંચ શ્રી ભીમજીભાઈ આહીર દ્વારા પેટા આરોગ્ય કેન્દ્રને 50 રેપીડ કીટ સુપ્રત કરવામાં આવી હતી, તેમજ પેટા આરોગ્ય કેન્દ્રમાં પોતાની વિશિષ્ઠ સેવા બજાવી રહેલા શ્રીમતી રાધાબેન આહીર નું જિલ્લા પંચાયતના અધ્યક્ષા પારૂલબેન એ સન્માન કરી તેમને પ્રોત્સાહીત કર્યા હતાં.